Pages

Tuesday, January 4, 2011

સંબંધ નથી મળતો. [ એક ગઝલ ]



====================================
મળતી નથી દિશા મને રસ્તો નથી મળતો,
કેમ એક પન વ્યક્તી મને હસ્તો નથી મળતો..!

એકાંત જેવું લાગે છે જાઉં જો ભીડ મા,
પુછું જો કોઇ પ્રષ્ન તો ઉત્તર નથી મળતો.

કારણ અને તારણ વગર મિત્રો મળે બધા,
હવે તો કોઇ એવો અવસર નથી મળતો.

સ્વજન પણ મળે છે કોઇ પ્રસંગ મા,
પ્રસંગ નથી તો કોઇ સ્વજન નથી મળતો.

માનવ પણ આ જગત મા તારા થકીજ છે,
પણ તારો કેમ કોઇ પર્ચો નથી મળતો.

'મિલન' કોઇ વ્યક્તિ અમથો મળે નહિ,
જો સ્વાર્થ કઈં નથી તો સંબંધ નથી મળતો.
====================================

લી. --'મિલન' ચિરાગ ભટ્ટ